જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું; ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું. તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ! વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું.
-‘ઘાયલ’
|
સાંજના પાછો ઘેર આવું છું દ્વાર મારું જ ખટખટાવું છું બીજું તો શું બહારથી લાવું ? ઊંચકી હું મને જ લાવું છું.
-'ઘાયલ'
|
અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ
દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇમળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’ ફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઇ -‘ઘાયલ’ |
Post a Comment